Translate

Monday, May 4, 2026

સફળતા તરફ નું પ્રથમ પગલું

સફળતા તરફનું પ્રથમ પગલું

સફળતા તરફનું પ્રથમ પગલું

તારીખ: 5 મે, 2026

જીવનમાં દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે, પરંતુ સફળતા મેળવવા માટે યોગ્ય દિશા અને મહેનત જરૂરી છે. ઘણા લોકો શરૂઆત તો કરે છે, પરંતુ સતત પ્રયત્ન ના હોવાને કારણે વચ્ચે જ અટકી જાય છે.

"સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી, તે સતત પ્રયત્નો અને ધીરજનું પરિણામ છે."

સૌથી મહત્વનું છે કે તમે તમારા લક્ષ્યને સ્પષ્ટ કરો. એકવાર લક્ષ્ય નક્કી થઈ જાય પછી, તેને પ્રાપ્ત કરવા માટે યોજના બનાવો અને દરરોજ થોડું થોડું આગળ વધતા રહો.

નિષ્ફળતા પણ સફળતાનો એક ભાગ છે. જો તમે નિષ્ફળ થાઓ તો નિરાશ ન થશો, પરંતુ તેમાંથી શીખો અને ફરી પ્રયત્ન કરો. દરેક નિષ્ફળતા તમને વધુ મજબૂત બનાવે છે.

અંતમાં, તમારા પર વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

Share:

Saturday, May 2, 2026

2026 ના ટોપ 50 ગુજરાતી પ્રેરણાદાયક Quotes



2026 ના ટોપ 50 ગુજરાતી પ્રેરણાદાયક Quotes 


🌟 પરિચય:


જીવનમાં ઘણી વખત આપણે નિરાશ થઈ જઈએ છીએ. એ સમયે થોડા પ્રેરણાદાયક શબ્દો આપણને ફરી ઊભા થવા માટે મદદ કરે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ટોપ 50 ગુજરાતી પ્રેરણાદાયક Quotes.

💪 Quotes:

  • સફળતા તેમને મળે છે જે ક્યારેય હાર માનતા નથી.
  • મહેનત વગર ક્યારેય સફળતા મળતી નથી.
  • જીવનમાં મુશ્કેલીઓ તમને મજબૂત બનાવે છે.
  • વિશ્વાસ રાખો, તમે જરૂર સફળ થશો.
  • સમય સૌથી મોટો શિક્ષક છે.
  • સપના જોવાનું બંધ ન કરો.
  • દરેક દિવસ નવી શરૂઆત છે.
  • હિંમત રાખશો તો જીત તમારી જ રહેશે.
  • જેમ વિચારો તેમ બની જશો.
  • સફળ લોકો અલગ કામ નથી કરતા, તેઓ કામ અલગ રીતે કરે છે.
  • તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો.
  • કામમાં ધ્યાન આપો, પરિણામ પોતે આવશે.
  • ધીરજ રાખો, બધું સમય પર મળશે.
  • હાર માત્ર શીખવા માટે હોય છે.
  • મહેનત જ સફળતાનો રસ્તો છે.
  • જીવન એક સફર છે, એને આનંદથી જીવો.
  • નાના પળોમાં ખુશી શોધો.
  • દરેક દિવસ ભગવાનનો ગિફ્ટ છે.
  • સકારાત્મક વિચારો રાખો.
  • જિંદગીમાં પ્રેમ ખૂબ મહત્વનો છે.
  • તમારી અંદર અસીમ શક્તિ છે.
  • ક્યારેય પોતાને ઓછું ન સમજો.
  • આજનો દિવસ મહત્વનો છે.
  • મહેનત + વિશ્વાસ = સફળતા
  • સપનાઓને હકીકતમાં બદલો
  • સપનાઓ સાકાર કરવા માટે હિંમત જરૂરી છે.
  • મહેનત એ જ સફળતાની ચાવી છે.
  • દરેક નિષ્ફળતા તમને કંઈક શીખવે છે.
  • તમારું કામ તમારી ઓળખ છે.
  • મોટા સપના જોવો અને તેને પૂરાં કરો.
  • જીવનમાં ક્યારેય હાર માનશો નહીં.
  • સમયને બગાડશો નહીં, સમય તમને બનાવે છે.
  • સફળતા માટે સતત પ્રયત્ન જરૂરી છે.
  • જ્યાં ઈચ્છા ત્યાં રસ્તો.
  • વિચાર બદલો, જીવન બદલાશે.
  • સફળ લોકો ક્યારેય બહાના નથી બનાવતા.
  • દરરોજ કંઈક નવું શીખો.
  • સપનાઓ માટે લડો.
  • આજનો સંઘર્ષ આવતીકાલની સફળતા છે.
  • વિશ્વાસ જ સૌથી મોટી શક્તિ છે.
  • મહેનત કરશો તો ક્યારેય નિરાશ નહીં થાઓ.
  • તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો.
  • નાની શરૂઆત પણ મોટી બની શકે છે.
  • સમસ્યાઓમાં તક શોધો.
  • સફળતા માટે ધીરજ જરૂરી છે.
  • તમારી અંદરનો ડર દૂર કરો.
  • પ્રયત્ન કરતા રહો, જીત તમારી થશે.
  • જીવનમાં શીખવું ક્યારેય બંધ ન કરો.
  • સકારાત્મક વિચારોથી સફળતા મળે છે.
  • મોટા લક્ષ્ય માટે મહેનત કરો.


🎯 નિષ્કર્ષ:


આ Quotes તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે. રોજ એક Quote વાંચો અને જીવનમાં અમલ કરો.


📢 Call To Action:


જો તમને આ Quotes ગમ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી વેબસાઇટ follow કરો.

Share:

Thursday, April 30, 2026

10 Best Hindi Shayari (2026) | दिल को छू लेने वाली शायरी

 




📝 10 Best Hindi Shayari (2026) | दिल को छू लेने वाली शायरी

🔍 परिचय (Introduction)
अगर आप दिल को छू लेने वाली Hindi Shayari ढूंढ रहे हैं, तो आप सही जगह पर हैं। इस पोस्ट में हमने आपके लिए 10 बेहतरीन शायरी का कलेक्शन तैयार किया है, जो love, sad और emotional feelings को बखूबी बयां करती हैं।

ये सभी शायरी आप WhatsApp, Instagram, Facebook पर शेयर कर सकते हैं और अपने दिल की बात दूसरों तक पहुंचा सकते हैं।

❤️ 1. दिल की खामोशी

दिल की खामोशी पर मत जा ऐ दोस्त,
राख के नीचे अक्सर आग दबी होती है।

💕 2. प्यार की शुरुआत

वो बातों-बातों में दिल ले गए,
और हमें पता भी ना चला कब हम उनके हो गए।

😢 3. टूटे रिश्ते

कभी सोचा ना था कि यूँ तन्हा रह जाएंगे,
जो अपने थे वही एक दिन पराए बन जाएंगे।

💭 4. यादों का दर्द

तेरी यादों का सिलसिला भी अजीब है,
ना खत्म होता है, ना जीने देता है।

💘 5. मोहब्बत का सच

मोहब्बत का कोई हिसाब नहीं होता,
ये वो ख्वाब है जो हर किसी के पास नहीं होता।

🌸 6. याद आने वाले लोग

जिंदगी में कुछ ऐसे लोग मिलते हैं,
जो भूल जाएं तो भी याद आते हैं।

🖤 7. अधूरी कहानी

तेरे बिना अधूरी सी लगती है जिंदगी,
जैसे कोई कहानी बिना अंजाम के।

💬 8. खामोश बातें

दिल तो करता है तुझसे बहुत बातें करूं,
पर तेरी खामोशी मुझे रोक देती है।

⏳ 9. वक्त और जख्म

वक्त बदलता है, लोग बदलते हैं,
पर कुछ जख्म हमेशा ताज़ा रहते हैं।

😊 10. मुस्कान की ताकत

तेरी मुस्कान में कुछ तो खास बात है,
जो हर दर्द को पल में भुला देती है।

🔥 Conclusion (निष्कर्ष)

उम्मीद है आपको ये Top 10 Hindi Shayari पसंद आई होगी। अगर आपको ये शायरी अच्छी लगी हो, तो इसे अपने दोस्तों के साथ जरूर शेयर करें।

Share:

Wednesday, November 3, 2021

બહુ જ સુંદર લખાણ છે ગમશે


▪️ શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

▪️ જેને ગમ્યો એણે ધૂપ કહી દીધો મને, 
ના ગમ્યો જેને એ ધુમાડો કહી ગયા મને !!

▪️ પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ બનવા ગયો ને પ્રેમ ભૂલી ગયો,
પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા પામવા ગયો, તો પરિવાર ભૂલી ગયો.
જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો, અને ઉમર યાદ આવી ત્યારે, હું જીવન ભૂલી ગયો.. !!!
 
▪️ કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ..
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર જ બેસતા હોય છે..!!

▪️ મારી સાથે બેસીને... સમય પણ રડ્યો એક દિવસ,
બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે.. હું જ ખરાબ ચાલી રહ્યો છુ..



▪️ શું વેંચીને તને ખરીદુ" જિંદગી"
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં..!!

▪️ દિલનો નેક છું સાહેબ.."શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિશ" નહિ
સ્વાદ અલગ છે મારા શબ્દોનો..ઘણા ને સમજાતો નથી તો ઘણા ને ભૂલાતો નથી.. !!!

▪️ રોજ સાંજે, સુરજ નહિ પણ..
આ અણમોલ જિંદગી . . ઢળતી જાય છે.. !!!
\
▪️ આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી..
સમજોતો મોતી ન સમજો તો પાણી.. !!!

▪️ સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય રાહત છે,
હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે.. !!!

▪️ એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુ છું, 
માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુ છુ.. !!

▪️ આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..

▪️ મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય,
પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.

▪️ ફિક્કા ચેહરાઓની, ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..
રિપોર્ટ માં આવ્યું, સંબંધો ની ઉણપ છે ..

▪️ મગજ કયારેય સીધું ચાલતું નથી,
અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી,
સરવાળે,,,,,
મગજ વાળા,હ્રદય વાળાની ભરપૂર મઝા લે છે.

▪️ જે માંગો એ બધુજ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ, બાપાનું ઘર નથી..

▪️ જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે છે, 
પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...

▪️ ખબર છે કે મારૂં કશું જ નથી
છતાં છોડવાનું ગજું નથી !!!

Share:

Monday, November 1, 2021

શુભ દીપાવલી


 તૈમુર જેવું બાળપણ, આર્યન જેવી જવાની અને અનુપ જલોટા જેવો બુઢાપો મળે. ઘરનું દુધ ફાટી ગયા વગર પણ પનીરનું શાક બનાવી શકો. બહારગામ જતી વખતે ગાડી કાઢતાં પહેલાં મોબાઈલમાં કેલ્કયુલેટર ખોલી કિમી ભાગ્યા લીટર ન કરવા પડે. હોટેલમાં જમવા જાવ ત્યારે મેનુમાં જમણી કે ડાબી સાઈડ લખેલ ભાવ ત્રાંસી નજરે ન જોવા પડે ફકત વાનગી જ જોવાની. ખટારા અને રીક્ષા વાળાને ઘર તરફ જતી વખતે એ બાજુનું ભાડું મળે. દિવાળીના ધુંહજારા કરતી વખતે ગોદળીની બેવડમાંથી પાંચસોવાળીનું બંડલ મળે.(નવી નોટ હો!). લોક ડાઉનમાં એક ધારી હોય અને ત્યાંથી બે બીડીની જુડી નીકળે અને આનંદ થાય એવો આનંદ કાાયમ મળતો રહે. સુખ પેટ્રોલના ભાવની જેમ વધતું રહે અને દુખ રોજગારીની જેમ ઘટતુ રહે.

     અંબાણી ઉછીના માગવા આવે એટલી સંપતિ મળે. મોરારી બાપુ ચોપાઇનો અર્થ પુછે એટલું જ્ઞાન પ્રાપ્ત થાઓ. માર્ક ઝુકરબર્ગ ફેસબુકનું બીજુ નામ પુછવા આવે એવી પ્રસિદ્ધિ મળે. નિર્મલબાબા એની  રોકાયેલી કૃપા હાલતી કરવા તમારી પાસે આવી ડબલ માઈકમાં વિનંતી કરે. બાબા રામદેવ યોગ શીખવા જુની ગોદડી લઈ તમારી પાસે આવે. અમિતાભ એકટીંગ શીખવા તમને મીસકોલ મારે. તમને દેખી કોરોના પોતે માસ્ક પહેરી લે. બસ આટલી તમારી જાહોજલાલી ફાટી નીકળે એવી દિવાળી અને નવા વરસની શુભકામનાઓ.. ખુશ રહો મસ્ત રહો હસતા રહો. 




Share:

Wednesday, October 27, 2021

શું છે ભણતર અને શું છે ગણતર

 



એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો... 
મારી સામે જોઈને મુસ્કુરાયો. 
મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે...
મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ??
આખો દિવસ સમોસા વેંચીને? 
એણે કહ્યું હા સાહેબ. 
પરંતુ આજે હું બહુ જ ખુશ છું કેમકે બધા જ સમોસા વેંચાય ગયા છે.... 
મેં પૂછયું, રોજના કેટલા સમોસા વેચો છો??
એણે કહ્યું કે રોજના લગભગ 3500 ( સાડા ત્રણ હજાર) જેટલા સમોસા વેંચાય જાય છે.
ઈશ્વર ની કૃપાથી ચાલ્યા કરે છે... મેં કહ્યું તમે ખુદ જ બનાવો છો? 
એણે કહ્યું નહિં સાહેબ, 
હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું. અને એના પર એક 1 રૂપિયો નફો ચડાવીને વેંચી નાખું છું.... 
આ જાણીને હું દંગ રહી ગયો. 
આનો મતલબ તે દરરોજના રૂપિયા 3500 ( સાડા ત્રણ હજાર) કમાય લે છે.
આ હિસાબે મહિનાના રૂપિયા 100000(એક લાખ) થી પણ વધુ ની કમાણી કરે છે. 
આટલું તો હું પણ કમાતો ન હતો, મારો પગાર પણ રૂપિયા 30000(ત્રીસ હજાર) હતોઃ 
મેં પૂછયું કે, આ બધા પૈસા વાપરી નાખો છો?? 
એણે કહ્યું ના, જરૂર પુરતા પૈસા વપરાય જાય છે. અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરૂં છું.. 
મેં પૂછયું કે બીજા ધંધા શું છે??
એણે કહ્યું કે સાહેબ, પાંચ વર્ષ પહેલા એક જમીન 30 (ત્રીસ લાખ) માં લીધી હતી. 
જે હમણાં જ 4(ચાર ) કરોડમાં વેંચી. 
એ પૈસા થી અમુક સોનાની ખરીદી કરી.... અને 50 (પચાસ) લાખ રૂપિયા મારી દિકરી ના લગ્ન માટે રાખ્યા છે. 
અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે 10(દશ ) વીઘા જમીન લઈને રાખી દીધી. 
જેથી થોડી ઘણી ખેતી ની ઉપજ થાય.... અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે. 
જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેંચી નાખીશ.... 
અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે.. મારી બાજુમાં એક સાહેબ રહે છે. જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્રારા મેં મ્યુચ્યુઅલ ફંડ ની સ્કિમમાં રોક્યા છે. 
અને સાથે સાથે મારો પણ એક વિમો લઈ લીધો. 
જેથી હું હયાત ના રહું તો મારી પત્નિને પૈસા ની તકલિફ ના પડે..
મને હવે લાગ્યું કે હું એક સમોસા વાળા સામે નહિં બલ્કે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું.....✅
થોડીવાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે 1000 એક હજાર વાળો સાદો ફોન કાઢ્યો, ને વાત કરી.
પછી મને કહ્યું કે સાહેબ, શું કરૂં મને ઈન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરૂં છું.... 
આ સાંભળીને મને વિચાર આવ્યો કે, 
શું ફેર પડે છે...?
ઈન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે 
E. M. I.થી મોબાઇલ ફોન અને બાઈક હપ્તેથી લઈને ફરે છે.. 
આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે? એ ખબર જ નથી પડતી... 
રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવતો.... 
બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે.. 
ત્યાર બાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો, 
ચાલો સાહેબ હું જાઉં છું. .. 
ત્યારે મને થયું કે, હું જયાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું. પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસા વાળો ભણાવી ગયો.
આપણા પૂર્વજો ખુબ ઓછું ભણેલા હોવા છતાં... 
આજના M. B. A. કરતાં પણ સુવ્યવસ્થિત અને સુજબુજ થી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા.. 
ત્યારે ભણતર ઓછું અને કોઠાસૂઝ વધુ હતીઃ..✅
શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે તેમ, ભણેલા ને અભણ છેતરી જાય એનું નામ જ કોઠાસૂઝ.....✅

Share: