તૈમુર જેવું બાળપણ, આર્યન જેવી જવાની અને અનુપ જલોટા જેવો બુઢાપો મળે. ઘરનું દુધ ફાટી ગયા વગર પણ પનીરનું શાક બનાવી શકો. બહારગામ જતી વખતે ગાડી કાઢતાં પહેલાં મોબાઈલમાં કેલ્કયુલેટર ખોલી કિમી ભાગ્યા લીટર ન કરવા પડે. હોટેલમાં જમવા જાવ ત્યારે મેનુમાં જમણી કે ડાબી સાઈડ લખેલ ભાવ ત્રાંસી નજરે ન જોવા પડે ફકત વાનગી જ જોવાની. ખટારા અને રીક્ષા વાળાને ઘર તરફ જતી વખતે એ બાજુનું ભાડું મળે. દિવાળીના ધુંહજારા કરતી વખતે ગોદળીની બેવડમાંથી પાંચસોવાળીનું બંડલ મળે.(નવી નોટ હો!). લોક ડાઉનમાં એક ધારી હોય અને ત્યાંથી બે બીડીની જુડી નીકળે અને આનંદ થાય એવો આનંદ કાાયમ મળતો રહે. સુખ પેટ્રોલના ભાવની જેમ વધતું રહે અને દુખ રોજગારીની જેમ ઘટતુ રહે.
અંબાણી ઉછીના માગવા આવે એટલી સંપતિ મળે. મોરારી બાપુ ચોપાઇનો અર્થ પુછે એટલું જ્ઞાન પ્રાપ્ત થાઓ. માર્ક ઝુકરબર્ગ ફેસબુકનું બીજુ નામ પુછવા આવે એવી પ્રસિદ્ધિ મળે. નિર્મલબાબા એની રોકાયેલી કૃપા હાલતી કરવા તમારી પાસે આવી ડબલ માઈકમાં વિનંતી કરે. બાબા રામદેવ યોગ શીખવા જુની ગોદડી લઈ તમારી પાસે આવે. અમિતાભ એકટીંગ શીખવા તમને મીસકોલ મારે. તમને દેખી કોરોના પોતે માસ્ક પહેરી લે. બસ આટલી તમારી જાહોજલાલી ફાટી નીકળે એવી દિવાળી અને નવા વરસની શુભકામનાઓ.. ખુશ રહો મસ્ત રહો હસતા રહો.
0 comments:
Post a Comment